Gujarati


બ્રિટિશ કાળથી ભારતનાં રંગમંચ કલાકારોએ પોતાના કામથી દેશની વિવિધતાનો પર્વ મનાવ્યો છે. અમે આઝાદીની લડાઈ માટે નાટકો કર્યાપોતાની કળા થકી સમાજની બદીઓને અમે લલકારીબરાબરી અને ભાઈચારાના સાક્ષી રહયાંપિતૃસત્તાક સમાજ વ્યવસ્થાબ્રાહ્મણવાદ અને જાતિગત ભેદભાવોનાં વિરોધમાં આંદોલનો છેડ્યાં. ધાર્મિક સંપ્રદાયવાદઅંધ-દેશભક્તિ અને અંધ વિશ્વાસો વિરુદ્ધ ઉભા થવાની ભારતના રંગકર્મીઓની લાંબી અને ગૌરવપૂર્ણ પરંપરા રહી છે. અમે હાંસિયા પર ઉભા રહીને હાંસિયાની વાત કરી છે. ગીતો અને નૃત્યો રૂપેહલકા- ફુલકા તેમજ કરુણામય રંગોમાંદમદાર વાર્તાઓ વડેઅમે પાછલાં એકસો પચાસ વર્ષના સેક્યુલર (બિનસાંપ્રદાયિક)લોકતાંત્રિકયોગ્ય અને ન્યાયપ્રિય ભારતની છબીનું નિર્માણ કર્યું છે.
આજે ભારતની આ જ છબી ખતરામાં છે. આજે ગીતોનૃત્યહસવું અને હસાવવું ખતરામાં છે. આજે આપણું પ્રિય સંવિધાન ખતરામાં છે અને આજે એ સંસ્થાઓનું ગળું દબાવવામાં આવી રહ્યું છે જેમનું કામ તર્ક-વિતર્ક કરવાનુંવાદ-વિવાદ કરવાનું અને અસહમતિને માન્યતા આપવાનું છે. આજે સવાલ ઉઠાવનાર, જૂઠ્ઠાણાંને ઉજાગર કરનાર અને સત્ય બોલનાર 'દેશ વિરોધીકરાર કરવામાં આવે છે. નફરતનાં બીજ આપણાં ખાન-પાનમાંપ્રાર્થના કરવામાં અને તહેવારોની ઉજવણીઓમાં પણ રોપાઈ રહયા છે. અલગ અલગ રૂપોથી નફરત આપણાં રોજબરોજનાં જીવનમાં ભયંકર રીતે દાખલ થઇ રહી છે આપણે તેને રોકવાની છે. આગામી દિવસોમાં આવનાર લોકસભા ચૂંટણી એ આઝાદ ભારતની સૌથી મહત્વની ચૂંટણી છે. લોકતંત્રનો અર્થ થાય છે સૌથી કમજોર અને હાંશિયા પર રહેલા લોકોને સમર્થ બનાવવું સવાલ ઉઠાવ્યા વિના,વાદ-વિવાદ કર્યા વિના મજબૂત વિપક્ષ વિના લોકતંત્ર સફળ થઇ શકે નહી. આજની સરકાર જાણીજોઈને આ બધા પરિબળોને ખતમ કરી રહી છે.
જે ભાજપ પાંચ વર્ષ પહેલા વિકાસનો વાયદો કરીને સત્તા પર આવીતેણે હિન્દુત્વનાં ગુંડાઓને નફરત અને હિંસાની રાજનીતિ કરવાની  ખુલ્લી છૂટ આપી છે. એ માણસ જેને પાંચ વર્ષ પહેલાં દેશના મસીહાની ઉપાધિ દેવામાં આવા હતી તે માણસે પોતાની નીતિઓને લીધે કરોડો લોકોની આજીવિકાનો નાશ કરી દીધો તેણે કાળું ધન પાછું લાવવાનો વાયદો કર્યો હતો પણ એના બદલામાં થયું એવું કે અમુક બદમાશો દેશને લૂંટીને ભાગી ગયા. દેશની સંપત્તિમાં કઈ કેટલોય વધારો થયો હશે પણ ગરીબ વર્ગ આજે વધુ ગરીબ થઇ ગયો.
 અમે ભારતના રંગકર્મીઓ આખા દેશને અપીલ કરીએ છીએ કે દેશના સંવિધાન અને સેક્યુલર (બિનસાંપ્રદાયિક) માહોલનું રક્ષણ કરીશું અને નાગરિક સાથીઓને અપીલ કરીયે છીએ કે એ પ્રેમ અને સદ્ભાવના,સમાનતા અને સામાજિક ન્યાય માટે અને અંધકાર તથા અસભ્યતાની શક્તિઓને હરાવવા માટે પોતે વોટ કરે.
અમારી અપીલ છે કે કટ્ટરતાનફરત અને નિષ્ઠુરતાને મતની તાકાતથી હરાવીયે ભાજપ અને તેના સહયોગીઓનાં વિરોધમાં વોટ કરીયે સૌથી કમજોરને સશક્ત બનાવવા માટેવૈજ્ઞાનિક વિચારને વિકસિત કરવા માટે વોટ કરીએ બિનસાંપ્રદાયિકલોકતાંત્રિક અને ભાઈચારાવાળા ભારત માટે વોટ કરીએ. સપના જોવાની આઝાદી માટે વોટ કરીએ.આ વખતે સમજી વિચારીને વોટ કરીએ.

Are you a theatre artist? Like to endorse the statement?
Name and Place:

Your Email: (required)

Your theatre credentials and other details : (required)

No comments:

Post a Comment